મોરબી જીલ્લાની નામાંકિત ઓમ વી. વી. આઈ. એમ. કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા ૩૧મી ડિસેમ્બરની અનોખી ઉજ્વણી

છેલ્લા ૧૦ વર્ષથી સતત કરવામાં આવતી ૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણી ની જેમ ચાલુ વર્ષ પણ ઓમ વી. વી. આઈ. એમ. કોલેજ્ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્રારા પોતાની પોકેટ મની માંથી બચતમાંથી સરકારી શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે તેને ઉપયોગી થઈ શકે તેવી શૈક્ષણિક કિટ બનાવી વિતરણ કરવામાં આવેલ જેમાં વેજટેબલ પ્રાથમિક શાળા, ભીમસર પ્રાથમિક શાળા તેમજ દેરાળા પ્રાથમિક શાળાના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક કીટંનુ વિતરણ કરેલ. વિદ્યાર્થીઓની આવી ઉતક્રુષ્ટ સામાજિક કામગીરી બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી નારૂભા જેઠવા સર, સુમંત સર તથા સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ધર્મેન્દ્રસર દ્રારા વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *