મોરબીની નામાંકિત OMVVIM કોલેજમાં તારીખ 20/02/2024 ને મંગળવારે BCA ડિપાર્ટમેન્ટ દ્વારા IT FAIR નું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BCA ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના 27 જેટલા IT ના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા અને 50 જેટલા વિદ્યાર્થીઓ એ તેમાં ભાગ લીધો હતો. આ IT FAIR ની OMVVIM કોલેજમાં ચાલતી વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી તથા BCA સ્ટુડન્ટસના પેરેન્ટ્સ પણ IT FAIR માં ઉત્સાહ અને ઉત્કંઠા સાથે આવ્યા હતા. આ તબક્કે સંસ્થાના ટ્રસ્ટી સાહેબ શ્રી સુમંતસર પટેલ, સિદ્ધાર્થ સર પટેલ, સૂર્યરાજ સર જેઠવા અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી ધર્મેન્દ્રસર ગડેશીયા હાજર રહ્યા હતા અને IT FAIR ના પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી હતી અને વિદ્યાર્થીઓને તેમના કાર્ય બદલ પ્રોત્સાહિત પણ કર્યા હતા.








